ગુજરાતમાં બે માર્ગ અકસ્માતમાં સાતના મોત

ગુજરાતમાં બે માર્ગ અકસ્માતમાં સાતના મોત

ગુજરાતમાં બે માર્ગ અકસ્માતમાં સાતના મોત

Blog Article

ગુજરાત અને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી બુધવાર, 27 નવેમ્બરે બે માર્ગ અકસ્માતોમાં સાત લોકોના મોત થયા હતાં. પ્રથમ ઘટનામાં, આણંદ જિલ્લાના પેટલાદ શહેર નજીક તારાપુર-ધર્મજ રોડ પર ઓવરટેક કરતી વખતે એક ટ્રક સાથે લક્ઝરી અથડાઈ જતાં ખાનગી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં,

બસ રાજકોટથી સુરત તરફ જઈ રહી હતી. મૃતકોની ઓળખ ધ્રુવ રૂડાણી (32), મનસુખ કોરાટ (67) અને કલ્પેશ જિયાણી (39) તરીકે થઈ હતી. અન્ય 15 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી, તેમને નજીકની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

દાદરા-નગર હવેલી-દમણ અને દીવમાં, ખાનવેલ-દુધાની રોડ પર ઉપલામેધા ગામ પાસે  કાર એક મોટા ખડક સાથે અથડાતાં ચાર વ્યક્તિઓના મૃત્યુ થયાં હતાં. સુરત શહેરના પાંચ મિત્રો દાદરા અને નગર હવેલીના પ્રવાસે હતા. ઉપલામેડા ગામ પાસે તેમની કાર કાબૂ બહાર ગઈ હતી અને એક મોટા ખડક સાથે અથડાયા બાદ ત્રણથી ચાર વખત પલટી ગઈ હતી. આ અકસ્માતમાં હસમુખ માંગુકિયા (45), સુજીત કલાડિયા (45) ), સંજય ગજ્જર (38) અને હરેશ વડોદરિયા (34)નું મોત થયું હતું. પાંચમા વ્યક્તિ સુનિલ નિકુડેનું ઇજા થઈ હતી.

 

Report this page